નોકીયા લવર્સ માટે છે ખુશખબર, ટુંક સમયમાં આવશે નોકીયાનો એનડ્રોઈડ બેઈઝ સ્માર્ટ ફોનOffbeat

ફિનલેન્ડની કંપની નોકીયા હવે જબરજસ્ત ધમાકો કરવાનુ આયોજન કરી રહી છે. નોકીયા કંપની

 એક એન્ડ્રોઈડ ફોન આ મહિને જ લોન્ચ કરવાનુ આયોજન કરી રહી છે. નવાઈની વાત એ છે કે નોકીયાને લગભગ માઈક્રોસોફ્ટ કંપનીએ ખરીદી લીધી છે અને તેમ છતા તે ગૂગલના ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત નવો ફોન લોન્ચ કરવાનુ આયોજન કર્યું છે. 

વોલ સ્ટ્રીટ સમાચાર પત્ર દ્વારા આપવમાં આવેલી માહિતી પ્રમાણે ફિનલેન્ડની આ કંપની એન્ડ્રોઈડ આધારિત નવો ફોન આ મહિને જ બાર્સોલીનામાં થનાર મોબાઈલ વર્લ્ડ સમારોહમાં લોન્ચ કરશે. અત્યાર સુધીમાં નોકીયા અને માઈક્રોસોફ્ટ સ્માર્ટફોન બજારમાં કોઈ ખાસ પ્રભાવ નથી પાડી શકી. હાલ સ્માર્ટફોન બજારમાં સેમસંગ અને આઈફોનનો માર્કેટશેર વધારે છે.

એક રિસર્ચ ફર્મના આધારે દુનિયામાં વેચાઈ રહેલા 79 ટકા સ્માર્ટફોન એન્ડ્રોઈડ આધારિત હોય છે જ્યારે 4 ટકા ગુગલના ઓએસ પર આધારિત હોય છે
.