ફેસબુકને કાંટાની ટક્કર આપવા આવી રહી છે મનોરંજનથી ભરપુર એક સોશિયલ સાઇટ – worldfloat(National)

આજકાલ સોશિયલ સાઇટો કુદકે ને ભુસકે આગળ વધી રહી છે કારણકે આજનાં યુવાનો ટેકનોલોજી નો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યાં છે અને મનોરંજનને માણી રહ્યાં છે.હાલમાં જ ‘વલ્ડફલોટ’ સોશિયલ સાઇટનાં સંસ્થાપક પુષ્કર માહટ્ટાએ જણાવ્યું છે કે તેમણે ખાસ કરીને યુવાનો અને ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું ફીચર્સ શરૂ કર્યુ છે, જ્યાં ઇન્ટરનેટનાં માધ્યમથી ફિલ્મ દેખાડવા માટે કોઇ-કોઇ વેબસાઇટ કિંમત વસુલ કરે છે,ત્યારે અમે આ વેબસાઇટને અમારા માનવંતા ગ્રાહકો માટે તદ્દન મફતમાં શરૂ કરી છે.વધુમાં પુષ્કરે જણાવ્યુ કે શરૂઆતમાં વેબસાઇટ પર હિન્દી અને અંગ્રેજીની 50,000 ફિલ્મો અપલોડ કરી દીધી છે, જેને પછી વધારીને 1,00,00 સુધી વધારવામાં આવશે.

એમણે જણાવ્યું કે હવે કોઇપણ સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ માત્ર વિચાર અથવા તસ્વીરો લગાવવાથી નથી થતો, પરંતુ હવે તેમના ઉત્પાદનોનાં વેચાણ, જાહેરાતો અથવા લોકો આ મુદ્દે એક લોકમત જાણવાં ઉપયોગ થાય છે.ઉલ્લેખનીય છે કે આ દેશમાં વિકસીત વલ્ડફલોટ આગળ વધી રહેલી નેટવર્કિંગ સાઇટ છે.